13/07/2026
શિક્ષણના નવા અધ્યાયનો ઐતિહાસિક પ્રારંભ
ઈ.સ. ૧૯૫૯માં સ્થાપિત સરધાર કેળવણી મંડળ સંચાલિત ગાંધી લક્ષ્મીચંદ સુંદરજી માધ્યમિક શાળાને રાજકોટ રાજ પરિવારે સર્વાંગી પુનઃનવીનીકરણ દ્વારા નવું જીવન આપીને તેને "ઠાકોર સાહેબ શ્રી મનોહરસિંહજી જાડેજા શૈક્ષણિક સંકુલ" તરીકે વિકસાવ્યું.
આ નવનિર્મિત શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ રાજમાતા સાહેબ, રાજકોટ પરમ પૂજ્ય શ્રી માનકુંવરિદેવીજીના આશીર્વાદ અને પરમ કૃપાથી, તેમજ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી સુશ્રી રીવાબા જાડેજાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને એચ.એચ. ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા બિરાજમાન રહ્યા.
આ પ્રસંગે એચ.એચ. ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાનું પ્રેરણાદાયી ઉદ્બોધન સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું. શિક્ષણના મૂલ્યો, સંસ્કાર, કર્તવ્યબોધ અને ભાવિ પેઢીના સર્વાંગી વિકાસ અંગેના તેમના વિચારપ્રેરક સંબોધને માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ઉપસ્થિત દરેક વ્યક્તિને નવી દિશા, ઉચ્ચ આદર્શો અને સમાજ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપ્યો.
આ અવસરે રાણી સાહેબ, રાજકોટ આ.સૌ. શ્રીમતી કાદંબરીદેવીજી, કુંવરાણી સાહેબા શ્રીમતી મૃગેશાકુમારીસિંહજી (ખીમસર, રાજસ્થાન), શ્રી સંજયભાઈ પીપળીયા (પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, રાજકોટ), શ્રી નેહલભાઈ શુક્લ (મેયરશ્રી, રાજકોટ), શ્રી ઉદયભાઈ કાનગડ (ધારાસભ્યશ્રી, રાજકોટ પૂર્વ), શ્રી ચેતનભાઈ પાન, શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ, સરધારના સરપંચશ્રી, તેમજ ઉદ્યોગપતિ શ્રી અરવિંદભાઈ પાન અને શ્રી મયૂરધ્વજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
"ઠાકોર સાહેબ શ્રી મનોહરસિંહજી જાડેજા શૈક્ષણિક સંકુલ" માત્ર એક શાળાના પુનઃનવીનીકરણનો પ્રકલ્પ નથી; તે ગુણવત્તાસભર શિક્ષણ, મૂલ્યનિષ્ઠ સંસ્કાર અને સમાજના સર્વાંગી વિકાસ માટે રાજકોટ રાજ પરિવારની દીર્ઘદ્રષ્ટિ, સેવાભાવ અને અવિરત પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે.
Darbargadh Rajkot
Mandhatasinhji Jadeja
Mrigesha Kumari Singh Khimsar
Rivaba Ravindrasinh Jadeja
Uday Kangad
Nehal Chimanbhai Shukla
Chetan Pan
Mayurdhvajsinh M Jadeja